કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે સૌથી મહત્વનું છે તેણે કરેલ તૈયારીનું મુલ્યાંકન કરવું. કોઈપણ વિદ્યાર્થી સતત તૈયારી કર્યા રાખે પરંતુ સમયસર તેણે કરેલ તૈયારીનું મુલ્યાંકન ન કરે તો તે ધરેલી સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. ગુજરાતમાં ઘણી બધી એકેડેમી અને ઓનલાઈન ક્લાસ છે જે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ તો આપે છે. પરંતુ જ્યારે મૂલ્યાંકનની વાત આવે ત્યારે ભાગ્યેજ કોઈ પ્લેટફોર્મ નજરે પડે છે.
પરંતુ હવે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી, મહેનત.કોમ પ્લેટફોર્મ દ્વારા આ સમસ્યાનું શ્રેષ્ઠ સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે. વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણેથી પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા mahenat.com પર આવી કોઈ પણ સમયે પોતાના દ્વારા કરાયેલ તૈયારીની ચકાસણી કરી શકે છે.
મહેનત.કોમ પર ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ, TET TAT, GPSC વગેરે માટે સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ, પ્રેક્ટિસ mcq અને ક્વિઝ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી નજીવા દરે આ ટેસ્ટ આપી તૈયારીનું યોગ્ય મુલ્યાંકન કરી શકે છે.
મહેનત અમારી સફળતા તમારી